સિંધુ અથવા હડપ્પીય સભ્યતા
સિંધુ સભ્યતાના ત્રણ નામો;
(1) સિંધુ સભ્યતા.
(2) સિંધુ ખીણની સભ્યતા
(3) હડપ્પીય સભ્યતા
ત્રણેયને એક જ સભ્યતાના જુદા-જુદા સમયે જુદા-જુદા નામોથી જાણવામાં આવે છે.
આ કાંસ્ય યુગની સંસ્કૃતિ ગણવામાં આવે છે. તાંબુ અને ટીન ભેળવીને કાંસુ બનાવવાની પદ્ધતિ આ યુગમાં વિકસી.
શરૂઆતમાં ઇ.સ. 1921 માં પંજાબના મોન્ટગોમરી જીલ્લામાં રાવી નદીના કિનારે દયારામ સાહનીએ હડપ્પા નગરનુ ઉત્ખનન કર્યું, જે હાલમાં પાકિસ્તાનમાં આવેલુ છે.
ઇ.સ. 1922 માં સિંધૂ પ્રાંતના લારખાના જિલ્લામાં સિંધુ નદીના તટ પર રખાલદાસ બેનરજીએ 'મોહે-જો-દડો' નામનું નગર શોધ્યું. = આ બે નગરો પરથી એવું અનુમાન કરવામાં આવે છે કે સભ્યતા માત્ર સિંધુ ખીણ પુરતી જ વિસ્તરેલી હોવાનું માનીને ‘સિંધુ ખીણની સભ્યતા' તરીકે ઓળખાય છે. પણ પછીથી વિસ્તૃત સંશોધનો થયા.
આ સભ્યતા તેના વિશિષ્ટ નગર-આયોજન અને વ્યવસ્થિત ગટર વ્યવસ્થા માટે જાણીતી છે.
આ સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા ગણાય છે.
ગુજરાતમાં હડપ્પીય સભ્યતા :
ઇ.સ. 1931 માં ગુજરાતમાં સૌપ્રથમ લીંબડી રાજયમાં, જે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા 'રંગપુર' ગામ પાસેના ટીંબામાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.
ઇ.સ. 1954 માં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંના ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે સરગવાલા ગામ પાસે આવેલા 'લોથલ' નામના ટીંબામાં બીજી હડપ્પીય સભ્યતાની વસાહતો મળી આવી છે. જયાં 4000 વર્ષ પહેલાંનું બાંધકામ કરેલુ નગર છે.
લોથલ નગર સૌપ્રથમ એસ.આર. રાવે શોધ્યું હતું.
આ ઉપરાંત આમરા, લાખાબાવળ, પ્રભાસ-સોમનાથ, રોજડી (શ્રીનાથગઢ), આટકોટ, દડ, પિઠડીયા વગેરે સ્થળોએ હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવ્યા છે.
કચ્છમાં દેસલપર, સુરકોટડા, ધોળાવીરા, શિકારપુર અને દક્ષિણ ગુજરાતમાં ભાગાતળાવ(સુરત),મહેગામ,તેલોદ જેવા સ્થળોએ હડપ્પીય વસાહતો પ્રકાશમાં આવી છે.
ઇસરો એ સેટેલાઇની મદદથી ધોળાવીરાથી 24 કિમી દૂર BSF ની મચ્છી બેટ બોર્ડર આઉટપોસ્ટ પાસે મીઠાના થરની નીચે આવેલા' મરૂડા ટક્કર' નામની ટેકરીઓમાં 13000 વર્ષ જૂના નગરની શોધ કરી
- લોથલ :
લોથલ એટલે 'લાશ' (મરેલાનો ટેકરો) અમદાવાદ થી 80 કિમી દૂર આવેલું છે. घ.स. 1954 तथा ध.स. 1962 मां सी એસ.આર.રાવે ઉત્ખનન કર્યું હતું. લોથલ નગર બે વિભાગમાં વહેંચાયેલુ હતું.
(1) દુર્ગ (ગઢી)
(2) નીચલું નગર
ઘરો કાચી માટીના બનેલા હતાં,કેટલાક મહત્ત્વના
મકાનો જ પાકી ઇંટોના હતા.
દુર્ગમાં પશ્ચિમમાં ઊંચી પીઠિકા 126x30 મીટર આકારનુ એક વિશાળ ભવન મળી આવ્યુ છે.
જે રાજાનો આવાસ માનવામાં આવે છે. અહીંથી ફારસની ખાડીની મુહર મળી આવી.
દિશા માપક યંત્ર પણ મળી આવ્યું.
અહીંના લોકો તાંબાની વસ્તુ બનાવવાની કળા
જાણતા હતા.
અહીં વિશાળ જહાજોની ગોદી (Dock-yard) મળી જેની લંબાઇ તથા પહોળાઈ 126x30 મીટર છે,જે 12 મીટર પહોળો પ્રવેશદ્ધાર ધરાવે છે.
લોથલ ગુજરાતનું જ નહિં, ભારતનું સૌથી પ્રાચીન બંદર હોવાનો સંભવ છે અને તે સિંધુ અથવા હડપ્પા સંસ્કૃતિનું એક નવું પાસું બતાવે છે. - ડો. હસમુખ સાંકળિયા
આ વિશ્વનુ સૌથી પ્રાચીન ડોકયાર્ડ (ધક્કો) છે.
ઉત્તમ ગટર વ્યવસ્થા અહિંના લોકોની સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે.
એસ.આર.રાવે આ સ્થળને 'લઘુ હડપ્પા' અથવા 'લઘુ મોહેં જો-દડો' તરીકે ઓળખાવ્યુ છે.
શતરંજને મળતી રમતના સાધનો પણ અહીંથી મળી આવ્યા છે.
અહીં દફનવિધિ પણ જોવા મળે છે.
બે વાહનો સામસામે પસાર થઇ શકે એવા મોટા સમાંતર રસ્તાઓ છે.
લોથલનુ સ્મશાન નગરની વાયવ્યમાં આવેલુ છે.
અહીંથી 21 હાડપીંજર પ્રાપ્ત થયા છે.
અહિં દફન વિધિમાં શબને ઉત્તરમાં માથુ રાખીને દફનાવતાં જોવા મળે છે.
મુદ્રાઓ તથા મૃત્પાત્ર સિંધુ લિપિમાં કોતરેલા કે ચીતરેલા છે, એવા 95 ચિહ્ન મળી આવ્યા છે.
જેમાંથી 28 જ મૂળ ચિહ્ન છે .આ લિપિ હજુ સુધી ઉકેલી શકાઇ નથી.
કાર્બન- 14 ના પરિક્ષણ મુજબ અહીંના પુરાવશેષોનો સમયગાળો ઇ.સ. પૂર્વે 2450 થી 1900 તેની શરૂઆત અને તેનો ઉત્તરકાળ ઈ.પૂ 1900 થી 1600 આંકવામાં આવ્યો છે.
આ પશ્ચિમ એશિયા સાથેનું વેપારી કેન્દ્ર હોવાનુ માનવામાં આવે છે.
- રંગપુર
ગુજરાતમાં શોધાયેલુ પ્રથમ હડપ્પીય સ્થળ,
ભાદર નદીના કાંઠા પર આવેલી નાની વસાહત છે.
6.8.1931 માં માધોસ્વરૂપ વત્સે તથા ઇ.સ 1953 માં એસ.
આર. રાવે અહીં ખોદકામ કર્યું હતુ.
અહીં ટીબાના ઉત્ખનનમાં વસ્તીના ત્રણ પ્રકાર પ્રાપ્ત થાય છે.
માટીની પકવેલી બંગડીઓ તથા છીપની બંગડીઓ મળી, તથા ઝીણા મણકાઓ મળ્યાં.
અહી કોઈ પણ પ્રકારની મુદ્રા કે માતૃદેવીની મૂર્તિ મળી નથી. • અનાજની ભુસીનો ઢગલો,કાંચી ઇટોનો દુર્ગ,ગટર વ્યવસ્થા વગરે અહીંથી મળી આવ્યા છે.
- રોજડી (શ્રીનાથગઢ)
રાજકોટ જિલ્લાના ભાદર નદીના કાંઠે આવેલુ છે.
લાલ અને ભૂરા મૃત્પાત્ર મળ્યા તથા અબરખિયા લાલ મૃત્પાત્ર પણ મળી આવ્યા છે.
અહીથી હાથીના અવશેષો મળ્યા,ચપટ થાળ અને ઊંચી ડોકવાળી બરણી મળી આવી.
બાણ ફળાં અને માછલા પકડવાના ગલ મળ્યાં.
બે તોલા મળ્યા જેમાં એક અકીકનું અને બીજું ચર્ટનનુ હતું.
શેલખડીનાં ઝીણાં મણકા અને પાકી માટીના નળી ઘાટના મણકા મળ્યાં.
ઇ.પૂ.1900 માં શરૂ થઇ અને ઇ.પૂ.1600 માં તેનો અંત આવ્યો.
– પ્રભાસ - પાટણ
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ નજીક આવેલુ છે.
વસાહતોના બે સ્તરોમાંથી પ્રથમ સ્તર અનુકાલીન હડપ્પીય
સંસ્કૃતિનો છે, જેમાં રાખોડીયાં મૃત્પાત્ર તથા પ્રભાસ મૃત્પાત્ર
પ્રચલિત હતા. પ્રભાસ મૃત્પાત્ર લીલાશ પડતા રંગના કે રાખોડીયાં રંગના છે અને
આછા ગુલાબી રંગના લેપ ઉપર ચોકલેટ રંગના કે ભૂરાશ પડતા રંગના લેપ ઉપર ગુલાબી રંગનુ ચિત્રામણ જોવા મળે છે.
* બીજા સ્તરમાં ચળકતા લાલ મૃત્પાત્રો જોવા મળે છે.
ઇ.પૂ 1700 થી 1400 માં આ નગર વિકસ્યુ જણાય છે.
- દેસલપર
સન્ધવ્ય સભ્યતાનુ ભારતનું સૌથી પશ્ચિમનું સ્થળ ગણાય છે.
કચ્છના નખત્રાણા તાલુકાના મોરઇ નદીના કાંઠે હડપ્પીય સંસ્કૃતિની વસાહત મળી આવી. હજુ પણ અહીં સાત ફૂટ જેટલી કોટની દીવાલ છે.
હડપીય લાલ અને બદામી મૃત્પાત્રો મળ્યાં.
નદી કાંઠા પર પુર-રોધક આડશ તરીકે પથ્થરની જાડી દીવાલ બાંધેલી મળી આવી.
કાચી ઇટીના મકાન,સિંધુ તોલાં, મુદ્રાંક મળ્યા, જે મહત્વનું વેપારી કેન્દ્ર હોવાનું સુચવે છે.
આનો વિકાસકાળ ઈ.સ.પૂર્વે 2000 થી 1600 નો માનવામાં આવે છે.
આ નગરનો વિનાશ ઇ.પૂ.1950 ના અરસામાં પૂરથી નાશ થયુ,પરંતુ થોડા જ સમયમાં ફરીથી વસાહત થઇ. અને 6.પૂ.1600મા બીજીવાર પૂરથી વસાહત નાશ પામી.
- ધોળાવીરા (યુનોસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ)
કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં ધોળાવીરા આવેલું છે. આ સ્થળને સ્થાનિક લોકો 'કોટડા' તરીકે ઓળખાવે છે.
ઇતિહાસકાર કે.સી. શ્રીવાસ્તવ ના મતાનુસાર ધોળાવીરા સિંધુ સભ્યતાનુ સૌથી પ્રાચીન, સૌથી સુવ્યવસ્થિત, સૌથી સુંદર તથા સૌથી મોટું નગર છે.
ધોળાવીરાનો વિસ્તાર પૂર્વ-પશ્વિમે 775 મીટર અને ઉત્તર-દક્ષિણે 600 મીટર જેટલો છે. જેનુ ક્ષેત્રફળ 100 હેકટર છે.
Post a Comment