જુઓ ibrant gujrat 2024 માં ગુજરાત ની નવી સિદ્ધિ ઓ અને ગુજરાત ને કયા કયા નવા પ્રોજક્ટ મળ્યા જુઓ

 ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ગુજરાત ગેટ વે ધફ્યુચર 







૧૦મી VGSમાં રૂ.૪૫,૨૦,૬૪૬ કરોડના MOU



નવા ઈતિહાસના સર્જન સાથે વાઈબ્રન્ટ સમિટ-૨૦૨૪નું સમાપન, સમિટમાં સૌથી વધુ ૪૧,૨૯૯ પ્રોજેક્ટમાં રૂ.૨૬.૩૩ લાખ કરોડના MOU સાથે નવો રેકોર્ડ



ત્રણ દિવસને અંતે શુક્રવારની સાંજે સમાપનની સાથે જ ૧૦મી વાઈબન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ- ૨૦૨૪એ બે દાયકાના તમામ રેકોર્ડ તોડીને નવો ઈતિહાસ અંકિત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ૧૦મી VGSમાં ગુજરાતમાં કુલ ૯૮,૫૪૦ પ્રોજેક્ટ માટે રૂપિયા ૪૫,૨૦,૬૪૬ કરોડના MOU થયાની ઘોષણા કરી હતી.


મહાત્મા મંદિરમાં ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટન્ટ ગવર્નર મનોજ સિંહા સહિત ગણમાન્ય મહાનુભાવો, ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ સમિટની ૧૦મી કડી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ-વે બનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત @૨૦૪૭ને સાકાર કરશે તેમ જણાવ્યું હતું. તેમણે સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, EV, એરોસ્પેસ અને ડિફેન્સ ઈક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ જેવા ઉભરતા સેક્ટર્સ માટે આ સમિટથી ગુજરાત ગેટ વે ટુ ધ ફ્યૂચરતરીકે ઊભર્યાનું જણાવી ૩૨ જિલ્લામાં લોકલ ફોર વોકલના મંત્ર સાથે MSME ઉદ્યોગોને વિકસાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડયાનું ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી MOUનો ચિતાર રજૂ કર્યો હતો. જેમાં કોવિડ- ૧૯ને કારણે વર્ષ ૨૦૨૧માં સમિટમાં સ્થગિત રહ્યા બાદ વર્ષ ૨૦૨૨માં ૫૭, ૨૪૧ પ્રોજેક્ટમાં રૂ.૧૮.૮૭ લાખ કરોડના MOU થયા હતા. જ્યારે આ ૧૦મી શૃંખલાની આગળ વધેલી ૨૦૨૪ની સમિટમાં સૌથી વધુ ૪૧,૨૯૯ પ્રોજેક્ટમાં રૂ.૨૬.૩૩ લાખ કરોડના MOU નોંધાયા છે. જે નવો રેકોર્ડ છે. ૯૮,૫૪૦ પ્રોજેક્ટ માટે રૂ.૪૫,૨૦,૯૪૬ કરોડના MOUમાં પાંચ કંપનીઓનો હિસ્સો ૧૯ ટકાથી વધુ થઈ રહ્યો છે. આ સમિટમાં રિલાયન્સ ગ્રૂપ રૂપિયા પાંચ * લાખ કરોડ, અદાણી રૂપિયા બે લાખ કરોડ અને NTPCએ રૂ.૯૦,૦૦૦ કરોડ, ટોરેન્ટ ગ્રૂપ દ્વારા રૂ.૪૮,૦૦૦ કરોડ, વેલસ્પન ગ્રૂપ રૂ.૪૦,૦૦૦ કરોડ એમ કુલ મળીને આ પાંચ કંપનીઓ જ રૂપિયા ૮.૭૮ લાખ કરોડથી વધારે મૂડીરોકાણ કરવાના MOU થયા છે.


નવા ઈતિહાસના સર્જન સાથે વાઈબ્રન્ટ સમિટ-૨૦૨૪નું સમાપન


વાઈબ્રન્ટ ગુજરાત સમિટની મહત્ત્વની સિદ્ધિ


>> અમૃતકાળની પ્રથમ સમિટમાં ૩૫ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા. UAE, મોઝામ્બિક, ચેક રિપબ્લિકન, તિમોર લેસ્ટેના વડાની હાજરી, વિયેતનામના નાયબ વડાપ્રધાન સહિત ૪૦થી વધુ મંત્રીઓ આવ્યા. ૧૪૦થી વધુ દેશોના ૬૧,૦૦૦થી વધારે ડેલિગેટ્સ સહભાગી થયા.


> સમિટમાં ૩,૫૯૦ વિદેશી સહિત ૧,૩૧,૯૪૩ મહેમાનો ઉપસ્થિત. વાઇબ્રન્ટ ગુજરાતની સ્મૃતિમાં રૂ.૨૦નો સિક્કો, ટપાલ ટિકિટ લોન્ચ. ૨.૮૬૨ બીઝનેસ ટુ બીઝનેસ, ૧,૩૮૬ બીઝનેસ ટુ ગવર્નમેન્ટ મીટ » ગ્લોબલ ટ્રેડ શોમાં ૧૩ પેવેલિયનમાં ૨૦થી વધુ દેશો સામેલ થયા સમિટમાં ૧૫૦થી વધારે સમિનાર અને ૨૧થી વધુ કન્ટ્રી સેમિનાર


» ટ્રેડ શોમાં ૧૨૦૦થી વધુ એક્ઝિબિશનર્સ, ૪૫૦૦થી વધુ MSME » ટ્રેડ શોમાં ૧૦૦થી વધુ ફોરેન બાયર્સ અને રિવર્સ બાયર્સ સેલર મીટ સેમિકન્ડર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, EV, એરોસ્પેસ અને ડિફેન્સ ઈક્વીપમેન્ટ્સ મેન્યુફેક્ચરીંગ જેવા ઉભરતા સેક્ટર્સ માટે પહેલીવાર રોકાણો.




• ૮૦ ટકાથી વધુ MOU સફળ : ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાએ ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ માટે થતા ૮૦ ટકાથી વધારે MOU સફળ રહ્યાનું જણાવ્યું હતું. MOUની સફળતા માટે ઉદ્યોગ કમિશનરેટ, સ્પેશિયલ સેલ, મંત્રીઓ સ્તરે અને CMOથી પહેલાથી જ સતત ફલોઅપ કરાય છે.



         વાઈબ્રન્ટ વિવિધ ક્ષેત્રે પ્રોજેક્ટ અને રોકાણ















1 Comments

Post a Comment

Previous Post Next Post