ગુજરાત ના ઐતિહસિક સ્થળો જોવા માટે અહી ક્લિક કરો .........

 ગુજરાતના  ઐતિહસિક સ્થળો




રંગપુર:- હડપ્પીય સંસ્કૃતિનું ગુજરાતનું સૌ પ્રથમ શોધાયેલું નગર ઈ.સ.1931માં માધોસ્વરૂપ વત્સે તેનું સંશોધન કર્યું લોથલ :- દુનિયાનું સૌથી પ્રાચીન બંદર ઈ.સ.1954માં એસ.આર.રાવે તેનું ઉત્ખન્ન કર્યું. અહીં પ્રાચીન ડૉકવાર્ડ છે.


ધોળાવીરા :- કચ્છના ખદીર બેટમાં આવેલું હડપ્પીય પ્રાચીન નગર ઈ.સ.1967-68માં જે.પી. જોશીએ તેનું ઉત્પાદન કર્યું હતું. વિશ્વના સૌથી જૂના થિયેટરના અવશેષો મળ્યાં. ધોળાવીરા ત્રણ ભાગમાં વહેંચાયેલું એકમાત્ર હડપ્પીય નગર છે. દેશી ભાષામાં તેને કોટડા કહે છે.


દેસલપર :- કચ્છના નખત્રાણા તાલુકામાં મોરઈ નદીના કિનારે આવેલું ભારતનું સૌથી પશ્ચિમનું હડપ્પીય નગર.


કુશસ્થલી :- પ્રાચીન આનર્ત પ્રદેશની રાજધાની જે હાલનું દ્વારકા શ્રીકૃષ્ણની પણ રાજધાની રહ્યું હતું.


 દધીચિ આશ્રમ :- હાલના સાબરમતીના કિનારે આવેલું હતું દધીચિ ચ્યવનૠષિ તથા શયર્યાતિની પુત્રી સુકન્યાનો પુત્ર હતો. તેમણે પોતાના અસ્થિ ઈન્દ્રને વજ બનાવવા માટે આપી દીધાં એવી અનુશ્રુતિ છે. 


માહિષ્મતી:- યાદબોના હૈહય કુળના કૃતવીર્યની રાજધાની જે વર્તમાનમાં મધ્યપ્રદેશમાં આ સ્થળ આવેલું છે.


સૂપરિક (સોપારા) :- જમદઅગ્નિના પુત્ર પરશુરામે અહીં અર્જુન કૃતવીર્યનો નાશ કર્યો અને સૂર્પારક નગર વસાવ્યું. અહીંથી અશોકનો શિલાલેખ પણ મળ્યો છે. શિહોરના રાજકુંવર વિજય પણ લંકાદ્વિપ જતી વખતે અહીં રોકાયા હતાં. જૈનોનું પણ આ તીર્થ છે. હાલમાં મુંબઈ નજીક નલા સોપારા તરીકે ઓળખાય છે.


તામ્રપર્ણી :- સિંહપુર (શિહોર)ના રાજા સિંહબાહુના રાજપુત્ર વિજયે લંકાદ્વીપ પર તામ્રપર્ણી નગર વસાવ્યું.


સુદર્શન તળાવ :- ચંદ્રગુપ્તના સુબા પુષ્પગુપ્ત વેશ્ય દ્વારા ઉજર્જયંત (ગિરનાર) પર્વતમાંથી નીકળતી સુવર્ણરસિકતા (સોન રેખા) નદી પર બંધ બંધાવ્યો તેનું નામ સુદર્શન તળાવ રાખ્યું. કૌટિલ્યના ' અર્થશાસ્ત્ર' માં પણ તેનું વર્ણન છે.


શ્રીનગર :- જમ્મુ-કશ્મીરમાં આવેલું શ્રીનગર સમ્રાટ અશોકે વસાવ્યું હતું.


કલિંગ :- ઈ.સ. 261 માં કલિંગના રાજા ખારવેલ અને અશોક વચ્ચે યુદ્ધ થયું તેની ખુવારી જોઈને અશોકનું હૃદય પરિવર્તન થયું. આ સ્થળ હાલમાં ઓડિસામાં છે.


શ્રવણવેલગોલા :- ઈ.સ.298માં ચંદ્રગુપ્તમૌર્ય અહીં સલ્લેખના અર્થાત્ ઉપવાસથી શરીરનો ત્યાગ કર્યો હતો.


બારીગાજા:- હાલનું ભરૂચ જ્યાં યવન રાજા મિનાન્ડરે પણ શાસન કર્યું.


કલ્હેરી ગુફાલેખ :- રૂદ્રદામાની પુત્રી પોતાને આ ગુફાલેખમાં કર્દમક કુળની જણાવે છે જે ઈરાનની કદર્મા નદી પરથી કૂળનું નામ પડયું જણાય છે. આ નદીને ‘ઝરક્શન' પર કહેવાય છે.


વલભી :- પ્રાચીન વિદ્યાપીઠ હતી. બીજી જૈન મહાસભા અહીં નાગાર્જુનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ગુણમતિ અને સ્થિરમતિ વલભી વિદ્યાપીઠના આચાર્ય હતા. મૈત્રકકાળમાં ભટ્ટાર્કે રાજધાની બનાવી. હાલમાં ભાવનગર જિલ્લામાં છે. ઈ.સ. 640માં ચીની યાત્રાળું હયુ-એન-ત્સાંગે મુલાકાત કરી હતી. ઈ.સ.776માં અરબ ખલીફ-અલ-મહદીએ વલભી જીત્યું પરંતુ શાસન કરી શક્યા નહિં. ઈ.સ.788માં મ્લેચ્છોએ વલભીનો નાશ કર્યો.


નાંદીપુર :- વર્તમાન નાંદોદ જેને હાલમાં રાજપીપળા કહેવાય છે. શીલાદિત્ય પાંચમાં ના સમયમાં ઘાટના રાજા ધદ્દે અહીં રાજધાની બનાવી. તેઓ કર્ણના વંશના હતા તેમ માનવામાં આવે છે. તે ગુર્જર નૃપતિ વંશ કહેવાયો.


ભિલ્લમાલ (ભિન્નમાલ) :- હાલમાં રાજસ્થાનમાં ઝાલોર જિલ્લામાં આવેલું ભિન્નમાલ પહેલાં ગુર્જર દેશની રાજધાની હતી. અહીં ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગે મુલાકાત કરી હતી. ત્યારે અહીં હર્ષનું શાસન હતું. તેમણે ભિલ્લમાલને ‘Pi- lo-mo-lo' કહ્યું. તે એક વલભી રાજ્યનું પડોશી રાજ્ય હતું તે શ્રીમાળ તરીકે ઓળખાતું થયું.


પંચાસર:- વનરાજ ચાવડાના પિતા જય શિખરીનું રાજ્ય હતું. ત્યાં ધનરાજની માતા રૂપસુંદરી પણ રહેતી હતી,


અણહિલવાડ (હણહિલપુર) :- હાલનું પાટણ લખ્ખારામ નામના વેરાન પ્રદેશમાં વનરાજચાવડાએ આ નગર વસાવે અને પોતાની રાજધાની બનાવી. જે અહિલવાડ ભરવાડના નામ પરથી વસાવ્યું હતું અને રાજધાની બનાવી ત્યારી ઘણા લાંબા સમય સુધી રાજધાની રહી. હાલમાં ત્યાં ' અનાવાડા' ગામ છે.


ખેટક (ખેડા) :- લાટના રાજા રાષ્ટ્રકૂટ રાજા મહારાજાધિરાજ કક્કડરાજે પોતાની સત્તા ઉત્તર ગુજરાત પર પ્રસાર અને રાજધાની ખેટક (ખેડા)માં ખસેડી.


કાંપિલ્ય વિહાર :- દક્ષિણ ગુજરાતમાં અનુમૈત્રકકાળમાં કાંપિલ્ય વિહાર આવેલો હતો જેમાં 500 ભિક્ષુઓ અભ્યાસ કરી શકતાં હતાં પરંતુ આજ સુધી તેનું ખરું સ્થળ કયું તે જાણી શકાયું નથી.


ગોપનું મંદિર :- ગોપનું સૂર્યમંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન કે જૂનું મંદિર ગણાય છે. તે ઘુમલી નજીક આવેલું છે. છઠ્ઠું સદીમાં બન્યું હતું. જ્યાં નરસિંહ મહેતાએ પણ ભજન કિર્તન કરીને ભગવાનને પ્રસન્ન કર્યા હતાં. હાલમાં તે જામનગર જિલ્લાનાં જીનાવાડી ગામમાં આવેલું છે.


સોમનાથ :- અહીં બાર જ્યોતિર્લિંગમાનું સૌથી પ્રાચીન જ્યોતિલિંગ આવેલું છે. ત્રૠગ્વેદ મુજબ પ્રથમ મંદિર સોમદેવે બંધાવ્યું હતું. ત્યાર પછી ઘણાં આક્રમણ થયાં ઘણીવાર નાશ થયું અને ફરી ઉભું થયું. જે હાલ સુધી અડીખમ છે. અહીંનું મંદિર પ્રથમ સોનાનું, પછીથી ચાંદીનું ત્યાર બાદ લાડકાનું અને અંતે પથ્થરનું મંદિર અનુક્રમે બનાવવામાં આવ્યું હતું. ઈ.સ.1951માં ડો. રાજેન્દ્ર પ્રસાદે તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું.


લૂણ વસહિ, આબુ :- વસ્તુપાળે આબુમાં પોતાના પુત્ર લૂણની યાદમાં આરસનું મંદિર બંધાવ્યું તેને 'લૂણ વસહિ' કહેવાય છે. જે શોભાનદેવ નામના શિલ્પિની મદદથી બંધાવ્યું હતું.


વિમલ વસહિ:- ભીમદેવ પહેલાએ ધંધુક પાસેથી આબુ જીતીને ત્યાં દંડનાયક 'વિમલ' ને નીમ્યા વિમલમંત્રીએ બંધાવેલું. આદિનાથનું આરસનું મંદિર ' વિમલ વસહિ' કહેવાય છે.


સૂર્યમંદિર, મોઢેરા :- ભીમદેવ પહેલાએ મોઢેરામાં સૂર્યમંદિર બંધાવ્યું હતું. તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. ત્યાં મોહમ્મદ ગઝનવીએ આક્રમણ કર્યું હતું.


દુર્લભ સરોવર (સહસ્ત્રલિંગ તળાવ) :- પાટણમાં દુર્લભરાજે દુર્લભ સરોવર બંધાવ્યું. પછીથી ત્યાં સિદ્ધરાજ જયસિંહે 1008 શીવાલય બંધાવ્યા ત્યારે તે ‘સહસ્ત્રલીંગ તળાવ' ના નામે ઓળખાવા લાગ્યું.


લીલાપુર:- ભીમદેવ પહેલાએ આ ગામમાં બે શિવમંદિરો બંધાવ્યા એક ભીમેશ્વર જે પોતાના નામે તથા બીજું તેની રાણી લીલાવતીના નામ પર ' લીલેશ્વર' શિવમંદિર.


શુકલતીર્થ :- સંત કબીરનો આશ્રમ આવેલો છે. નર્મદાના બેટ પર આવેલું શુકલતીર્થમાં સંત કબીરે પોતાનું દાતણ ચીરીને ફેકી દેતા વટવૃક્ષ બન્યું જે હાલમાં ગુજરાતનું સૌથી મોટું વૃક્ષ ગણાય છે. તેને ‘કબીરવડ' કહેવાય છે.


શિહોર (સિંહપુર) :- શ્રીલંકામાં સિંહલ સંસ્કૃતિ સ્થાપનાર રાજા સિંહબાહુનો પુત્ર વિજય શિહોરના હતા. જેને આજે સિંહલદ્વિપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી જ ‘લંકાની લાડીને ઘોઘાનો વર' કહેવત પ્રચલિત થઇ. શિહોરમાં નાના સાહેબ પણ છૂપાવેશે રહ્યાં હતાં.


મરૂડા ટક્કર ટેકરી :- ઈસરો દ્વારા સંશોધન કરેલ પુરાતત્વ સાઈડ છે. જે પાકિસ્તાનથી 12 કિમીના અંતરે કચ્છમાં આવેલ છે. ભારતીય આર્કિયોલોજીક્લ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 1990 અને 1977માં અહીં સંશોધન કર્યું.


ચાંપાનેર :- ઈ.સ.2004માં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈડ તરીકેના જાહેર કર્યું જે ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઈટ બની. વજરાજ ચાવડાએ ચાંપા વાણિયાની યાદમાં ચાંપાનેર વસાવ્યું હતું. મોહમ્મદ બેગડાએ અહીં બીજી રાજધાની બનાવી હતી. કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, ખજૂરી મસ્જિદ, ચાંપાનેરનો ભદ્રનો કિલ્લો વગેરે બંધાવ્યા. પાવાગઢની ટેકરીમાં ચાંપાનેર આવેલું છે. બૈજુબાવરાનો જન્મ ચાંપાનેરમાં થયો હતો.


રાણકીવાવ, પાટણ :- ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતી એ. ઈ.સ.1063માં સાત માળની વાવ પાટણમાં બંધાવી. ઇ.સ. 2014માં તેને વર્લ્ડ હેરિટેજ સ્થળનો દરવાજો મળ્યો.


અમદાવાદ :- ભારતનું પ્રથમ વર્લ્ડહેરિટેજ શહેર તરીકે 8 જુલાઈ, 2017ના રોજ જાહેર થયું. અમદાવાદમાં હિન્દુ, જૈન તથા ઇસ્લામ ધર્મના 54 સમારકો આવેલા છે. અહમદશાહ પહેલાએ 26 ફેબ્રુઆરી, 1411માં તેની સ્થાપના કરી.


આનર્તઃ- ગુજરાતનું પ્રથમ નામ આનર્ત હતું જ્યાં વૈવસ્થત મનુના પુત્ર શયર્યાતિનું શાસન હતું. તેની રાજધાની કુશસ્થલી


ભાલકા તીર્થ :- ગીર સોમનાથ જિલ્લામાં આવેલું શ્રીકૃષ્ણના દેહોત્સર્ગતીર્થ તરીકે ઓળખાતું સ્થળ જ્યાં શ્રીકૃષ્ણને પીપળાના વૃક્ષ નીચે આરામ કરતા જરા નામના પારધીનું બાણ વાગ્યું હતું. તેનાથી શ્રીકૃષ્ણનું અવસાન થયું હતું.


અશોકનો શિલાલેખ, જુનાગઢ :- સમ્રાટ અશોકે ગિરનારના દામોદર કુંડ નજીક પોતાનો શિલાલેખ કોતરાવ્યો. જે પાલિ ભાષામાં અને બ્રાહ્મી લિપીમાં છે. તેને ઉકેલનાર જેમ્સ પ્રિંસેપ હતા. પરંતુ આ શિલાલેખની શોધ કર્નલ જેમ્સ ટોડે કરી હતી.


દેવની મોરી (ભોજ રાજનો ટેકરો) :- અરવલ્લી જિલ્લામં શામળાજી નજીક આવેલ આ સ્થળે ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા છે, જે વડોદરા સયાજીરાવ યુનિવર્સિટીમાં સાચવવામાં આવ્યાં છે. આ સ્થળને 'ભોજરાજનો ટેકરો' તરીકે પણ ઓળખવામાં આવે છે. રુદ્રસેનના શાસનકાળમાં અગ્નિવર્મા અને સુદર્શન નામના બૌદ્ધ ભિક્ષુઓએ આ મહાસ્તૂપ બંધાવ્યો હતો.


બડી લાખાની મેડી :- ગિરનાર પાસે આવેલ સ્થળ જ્યાં બૌદ્ધ વિહારના અવશેષો મળ્યાં છે.


ખંભાલીડાની ગુફા :- રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક આવેલ બૌદ્ધ ગુફા જ્યાં પ્રવેશદ્વાર ઉપર અવલોકેશ્વર તથા વજપાણિની પૂર્ણ કદની મૂર્તિઓ આવેલી છે.


1 ઢાંકની ગુફાઓ :- જૈનોની ગુફાઓ છે જેમાં આદિનાથ, શાંતિમાંથી તથા અંબિકાની શિલ્પકૃતિઓ છે.


કડીયા ડુંગરની ગુફાઓ :- ભરુચ જિલ્લાના નેત્રંગ પાસે ઝાઝપોર ગામ નજીક બૌદ્ધ ધર્મની ગુફાઓ છે. જ્યાં ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહસ્તંભ પણ મળી આવ્યો છે. બ્રાહ્મી લિપિમાં એક અભિલેખ પણ મળ્યો છે.


રૂદ્રમહાલય, સિદ્ધપુર :- મૂળરાજ પ્રથમે રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ સિદ્ધરાજ જયસિંહે તેને પૂર્ણ કરાવ્યું હતું.


ગિરિનગર (જૂનાગઢ) :- મૌર્યકાળમાં ગિરિનગર રાજધાની હતી. અહીં સમુદ્ર ગુપ્તનું પણ શાસન હતું. ચુડાસમા રાજા રા' નવઘણે પોતાની રાજધાની વંથલીથી જૂનાગઢ ખસેડી હતી. પાટણની રાણી ઉદયમતી જૂનાગઢના રાજા રા'ખેંગારની પુત્રી હતી. મહમૂદ બેગડાએ પણ તેને પોતાની એક રાજધાની બનાવી હતી.


સોનગઢ:- તાપી જિલ્લાના સોનગઢમાં પિલાજીરાવ ગાયકવાડનો કિલ્લો આવેલો છે. અહીં ઉચ્છલ તાલુકાના જામલી નકીક તાપી નદીમાં પણ ગાયકવાડી કિલ્લાના અવશેષો છે, જે હાલ ડેમના પાણીમાં ડૂબી જાય છે.


વઢવાણ :- ચાપવંશની રાજધાની હતી. સિદ્ધરાજ જયસિંહના વૈવિશાળ થયાં હતાં તે રાણકદેવી રા'ખેંગારની ચુંગાલમાંથી છોડાવીને ફરી પાટણ લાવતાં વધુ સમયથી રા'ખેંગાર સાથે રહેતાં તેને પતિ માનતી થઇ ગઇ હતી. તેથી રસ્તામાં વઢવાણ પાસે તે સતી થઈ હતી ત્યાં હાલમાં ' રાણકદેવીનું મંદિર' આવેલું છે.


ધંધુકા :- કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થળ ધંધૂકા હતું. તેમણે ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન અને ' દ્વયાશ્રય'નામના ગ્રંથો લખ્યા. તેમનું સમાધિ સ્થળ શેત્રુંજય પર્વત પર આવેલું છે.


સલખણપુર :- ગાંભુ પાસે લવણ પ્રસાદ વાઘેલા એ પોતાની માતા સલખણાદેવીના નામે સલખણપુર વસાવ્યું, અહીં સલખણેશ્વર મહાદેવમંદિર તથા પિતાના નામ પરથી અનલેશ્વરમંદિર બંધાવ્યાં.


- વીરમગામ (ઘૂસડી):- લવણપ્રસાદ વાઘેલાએ વીરમગામ વસાલ્યું જે તેમના મોટા પુત્ર વીરમના નામ પરથી વસાવ્યું હતું.


કર્ણાવતી :- આશાભીલને હરાવીને કર્ણદેવ પહેલાએ તેની નજીક કર્ણાવતી નગર વસાવ્યું. ત્યાં કોચરબ માતા પ્રાસાદ 1 જયંતી દેવી મંદિર અને કર્ણસાગર તળાવ બંધાવ્યું.


આશાવલ (આશાપલ્લી) :- સાબરમતીના કિનારે આશાભીલે વસાવેલું ગામ એટલે ' આશાવલ' અથવા 'આશાપલ્લી અલબરૂનીએ પણ તેનું વર્ણન કર્યું છે. અહેમદશાહે તેને જીતીને 1411 માં અમદાવાદ નગર વસાવ્યું. વર્તમાનમાં આ 1 સ્થળ અસારવા કહેવાય છે.


બાવા પ્યારાની ગુફા, જૂનાગઢ:- શક કાર્દમક કુળના રાજા ચાષ્ટન જયદામાની માહિતી આ ગુફાલેખ પરથી મળે છે.


જૂનાપાટગઢની ગુફા :- કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં જૂના પાટગઢમાં બીજી સદીની ગુફાઓ આવેલી છે.


મંડોવરની ગુફા :- વેરાવળ નજીક આવેલી બૌદ્ધ ગુફાઓ


સાણા ડુંગરની ગુફાઓ:- ઉના નજીક ગિર સોમનાથ જિલ્લામાં 62 ગુફાઓ આવેલી છે.


ખાપરા-કોડિયાની ગુફા :- જૂનાગઢ નજીક આ ગુફા આવેલી છે.


એભલ મંડપની ગુફા :- ભાવનગર જિલ્લાના તળાજા નજીક 30 ગુફાઓ આવેલી છે.


ઘુમલી :- સેંધવય વંશના રાજાઓની રાજધાની હતી તેને ' ભૂતાંબિલી' અથવા 'ભૂમલી' પણ કહેવાય છે. જે સમય જતાં 'ઘુમલી' કહેવાયું.


ઉદવાડા :- 'પારસીઓના આતશ મહેરામ ' નામનો પવિત્ર અગ્નિ ઉદવાડામાં છે. પારસીઓનું કાશી ગણાય છે. વલસાડ * જિલ્લામં આવેલું છે. અનુમૈત્રકકાળમાં જાદીરાણાના શાસન કાળમાં પારસીઓ અહીં પવિત્ર અગ્નિ 'આતશ મહેરામ' લઈને આવ્યા હતા. જે અત્યાર સુધી પ્રજવલિત છે.


અર્બુદગિરિ (આબુ) :- હાલ રાજસ્થાનમાં આવેલું છે. જ્યાં વશિષ્ટ ઋૠષિના અગ્નિકુંડમાંથી રાજપૂતોની ઉત્પત્તિ થઇ હોવાનું મનાય છે. અહીં વિક્રમસિંહ નામના શામંતનું શાસન હતું ત્યારબાદ યશોધવલનું શાસન સ્થપાયું. 1178માં, નાયકીદેવીએ બાળ મુળરાજ બીજાને સાથે રાખીને મોહંમદ ઘોરી ને હરાવ્યા હતા.


શ્રીસ્થળ (સિદ્ધપુર) :- અહીં સિદ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલય પૂર્ણકરાવ્યો જેને મૂળરાજ પ્રથમે બાંધવાનો શરૂ કરાવ્યો હતો. સિદ્ધરાજના નામ પરથી શ્રી સ્થળ સિદ્ધપુર તરીકે ઓળખાય છે. અહીં બિંદુ સરોવરપણ આવેલું છે.


મલાવ તળાવ, ધોળકા:- મીનળદેવીના ન્યાય માટે પ્રખ્યાત છે એક ગરીબ ગણિકાની જમીન તળાવની હદમાં આવી જતી હતી પરંતુ તેની જગ્યા છોડીને ખાંચો રાખીને મીનળદેવીએ અહી આ તળાવ બંધાવ્યું હતું. 'ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જાઓ' કહેવત આ તળાવ સાથે સંકળાયેલ છે.


મુનસર તળાવ, વીરમગામ:- મીનળદેવીએ વીરમગામમાં આ તળાવ બંધાવ્યું જેને 'અર્ઘસહસ્ત્રલીંગ તળાવ' તરીકે પણ* ઓળખવામાં આવે છે.


સાંકભરી (સાંભર) :- હાલમાં રાજસ્થાનમાં આવેલું સ્થળ છે. જ્યાં ચાહમાન રાજા અર્ણોરાજનું શાસન હતું. સોલંકી ' રાજા કુમારપાળે તેમને હરાવીને તે જીતી લીધુ હતું તેથી તેમની પુત્રી જલ્હાણને કુમારપાળ સાથે પરણાવી હતી.


વ્યાધ્રપલ્લી (વાઘેલ) :- ગુજરાતમાં વાઘેલા વંશના રાજાઓ મૂળ આ ગામના વત્ની હતા. જે હાલમાં પાટણ જિલ્લાના હારિજ પાસે આવેલ છે. કુમારપાળના માસા ધવલનો પુત્ર અર્ણોરાજ હતો. જેને કુમારપાળે પોતાનો સામંત બનાવ્યો. અને વાઘેલ (વ્યાધ્રપલ્લી) ગામ ભેટમાં આપ્યું હતું.


હિંગણી :- તાપી જિલ્લાના નિઝર નજીક તાપી કિનારા પર આવેલા હિંગણી ગામમાં અહલ્યાબાઈ હોલ્કરે બંધાવેલ કિલ્લાના અવશેષો છે.


બીરપુર :- ઈ.સ.1407માં ઝફરખાને મુઝફફરશાહ પહેલાનો ઈલ્કાબ ધારણ કરીને ગુજરાતમાં બીરપુરમાં સ્વતંત્ર મુસ્લિમ સત્તા સ્થાપી.


ખાનદેશ :- ખાનદેશના રાજા નાસીરખાનનું નંદુરબાર અને સુલતાનપુર નામના બે પરગણા પર શાસન હતું. અહીં લાંબા સમયથી ખાનનું શાસન રહ્યું. તેથી ખાનદેશ કહેવાય છે. અહીં સુલ્તાન આદિલશાહનું પણ શાસન રહ્યું હતું.

Post a Comment

أحدث أقدم